Wednesday, August 10, 2022
Homeરાજ્યજામનગરફલ્લા અકસ્માતગ્રસ્ત સ્થળની મુલાકાત લેતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

ફલ્લા અકસ્માતગ્રસ્ત સ્થળની મુલાકાત લેતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

ઘટતા પગલાં લેવાની અપાઈ ખાતરી

- Advertisement -

તાજેતરમાં ફલ્લા ગામે થયેલા ગમખ્વાર અકસ્માતના કારણે ટ્રકમાં બેઠેલા ચાલક અને કલીનરના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં તથા બસ સ્ટેન્ડનો ભુકકો બોલી ગયો હતો તે સ્થળની મુલાકાત કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે લીધી હતી અને ગામના આગેવાન અને જિલ્લા પંચાયતના સદસ્ય કમલેશ ધમસાણિયા સાથે વાતચીત કરી હતી. ફલ્લાની આ ડેંજર ગોલાઈ બાબતે અવાર-નવાર રજૂઆત કરી હતી.

- Advertisement -

અગાઉ પાંચ સાત વર્ષ પહેલાં રાઘવજીભાઈ પટેલના પ્રયત્નોથી જ આ ગોલાઈને નાની કરવામાં આવતા અકસ્માતોમાં ઘટાડો થયો છે. જ્યારે જિલ્લા પંચાયત સદસ્યે ગોલાઈ પાસે આવતા પૂલના છેડે બેરીકેટ રાખવાની ભલામણ કરી છે. જેથી કરીને અકસ્માત નિવારી શકાય. કૃષિમંત્રીને ફલ્લા વિસ્તારના પત્રકાર મુકેશ વરિયાએ પણ અકસ્માત નિવારણ માટે શું શું પગલાં લઇ શકાય તેવી રજૂઆત કરી હતી. રાઘવજીભાઈ પટેલે ઘટતી કાર્યવાહી કરવા તથા ગાંધીનગર જે-તે વિભાગમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular