જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાંથી પોલીસે 38 નંગ દારૂના ચપલા સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી રેઇડ દરમ્યાન દારૂના ચપલા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મજબ પ્રથમ દરોડો જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં હુશેની ચોકમાંથી પસાર થતાં નાઝિર ઉર્ફે નાઝલો નૂરમામદ ધોધા નામના શખ્સને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફએ આંતરીને તલાશી લેતા તેના કબ્જામાંથી રૂા. 11,400ની કિંમતના 38 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતાં પોલીસે નાઝિરની ધરપકડ કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. બીજો દરોડો જામનગર શહેરના કષ્ટભંજન મંદિર પાસે ગાંધીનગર વિસ્તારમાં રહેતાં શખ્સના ઘરે દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન તલાશી લેતાં મકાનમાંથી રૂા. 1800ની કિંમતના 6 નંગ દારૂના ચપલા મળી આવતા પોલીસે ભવ્યદીપસિંહ ઇન્દ્રજિતસિંહ વાળા નામના શખ્સની અટકાયત કરી હતી. ત્રીજો દરોડો જામજોધપુર તાલુકાના તરસાઇ ચેક પોસ્ટ પાસેથી પસાર થતાં રામ રૈયા મોરી નામના શખ્સને આંતરીને જામજોધપુર પોલીસે તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 626ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.


