Sunday, April 27, 2025
Homeસમાચારરાષ્ટ્રીય24 દિવસ ભાવો સ્થિર રહ્યા પછી, પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સામાન્ય ઘટાડો

24 દિવસ ભાવો સ્થિર રહ્યા પછી, પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સામાન્ય ઘટાડો

ક્રૂડના વૈશ્વિક ભાવમાં 15%નો ઘટાડો, ભારતમાં ભાવમાં માત્ર 16 પૈસાનો ઘટાડો

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલમાં આવેલ ઘટાડા બાદ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 16 પૈસા તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 18 પૈસા ઘટી છે. આ ઘટાડા બાદ સામાન્ય લોકોને થોડી રાહત મળી શકે છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત વિતેલા 24 દિવસથી સ્થિર હતી. મંગળવારે બેન્ચમાર્ક ક્રૂડ ઓઈલની કિંમત 6.52 ટકા ઘટી હતી. જાણો

- Advertisement -

જ્યારે યૂરોપમાં કોરોનાનો પ્રકોપ વધવાને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડની તેજી અટકી છે. ગઈકાલે બેન્ચમાર્ક ક્રૂડ ઓઈલની કિંમત 6.52 ટકા ઘટી હતી. બ્રેન્ટ ક્રૂડ અંદાજે 6 સપ્તાહ બાદ 60 ડોલર પ્રતિ બેરલની નજીગ આવ્યું છે અને વિતેલા 15 દિવસમાં ક્રૂડ ઓઈલનો ભાવ 15 ટકા જેટલો તૂટ્યો છે. ક્રૂડ બજારના જાણકાર અનુજ ગુપ્તાએ કહ્યું કે, ક્રૂડ ઓઈલમાં આવેલ આ ઘટાડાથી આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીથી સામાન્ય લોકોને થોડી રાહત મળી શકે છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

- Advertisement -

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular