Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયઅદાણી જૂથનો ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ, મળ્યું લાયસન્સ

અદાણી જૂથનો ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ, મળ્યું લાયસન્સ

- Advertisement -

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની કંપની અદાણી ડેટા નેટવર્કને એક્સેસ સેવાઓ માટે એકીકળત લાઇસન્સ મળ્યું છે. એટલે કે હવે આ કંપની દેશમાં તમામ ટેલિકોમ સેવાઓ પૂરી પાડવા સક્ષમ બની ગઈ છે. દેશમાં તાજેતરમાં યોજાયેલી 5ૠ સ્પેક્ટ્રમની હરાજીમાં સ્પેક્ટ્રમ ખરીદ્યા બાદ અદાણી જૂથે ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો.

- Advertisement -

અદાણી ગ્રૂપે ટેલિકોમ સેક્ટરમાં -વેશ કરતી વખતે કહ્યું હતું કે તે તેના ડેટા સેન્ટર્સ સાથે તેની સુપર એપ્સ માટે એરવેવ્સનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે. તે પાવર ડિસ્ટ્રિબ્યુશનથી લઈને એરપોર્ટ અને બંદરો પર ગેસના છૂટક વેચાણને ટેકો આપશે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ મામલાને લગતા બે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે અદાણી ડેટા નેટવર્ક્સને યુએલ (એએસ) આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપને સોમવારે લાઇસન્સ આપવામાં આવ્યું છે. જો કે અદાણી ગ્રુપ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી, બંને ઉદ્યોગપતિઓ ગુજરાતમાંથી આવે છે. અત્યાર સુધી બંને જૂથો જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. અને તેમની વચ્ચે કોઈ સીધી સ્પર્ધા નથી. મુકેશ અંબાણીની રિલાયન્સ ગ્રૂપ ઓઈલ, રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સથી લઈને ટેલિકોમ અને રિટેલ સેક્ટર સુધી કામ કરે છે. તે જ સમયે, અદાણી જૂથ પોર્ટ, કોલસો, ગ્રીન એનર્જી, પાવર ડિસ્ટ્રિબ્યુશન અને એવિએશન સેક્ટરમાં છે. પરંતુ તાજેતરના સમયમાં જ્યારે અદાણી ગ્રૂપે પેટ્રોકેમિકલ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે, ત્યારે રિલાયન્સ ગ્રૂપે પણ ગ્રીન એનર્જી સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. હવે ટેલિકોમ સેક્ટરમાં અદાણી ગ્રૂપની એન્ટ્રી બંને વચ્ચે પહેલી સીધી સ્પર્ધા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular