Friday, May 1, 2026
Homeરાજ્યહાલારભાણવડમાં હત્યા કેસના આરોપીને આજીવન કેદની સજા

ભાણવડમાં હત્યા કેસના આરોપીને આજીવન કેદની સજા

વર્ષ 2022માં કૌટુંબિક ભાઈની છરીના ઘા ઝીંકી હત્યા : સરકારી વકીલ દ્વારા કરાયેલી દલીલો ગ્રાહ્ય : આરોપીને તકસીરવાન ઠેરવી કેદ અને એક લાખનો દંડ : ખંભાળિયા અદાલત દ્વારા ચૂકાદો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વેરાડનાકા પાસે રહેતાં પ્રૌઢ ઉપર વર્ષ 2022 માં તેના જ કૌટુંબિક ભાઈએ છરી
વડે હુમલો કરતા ઘવાયેલા પ્રૌઢને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ કેસમાં અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદ અને એક લાખના દંડની સજા ફટકારી છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ, ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાં રહેતા મનસુરભાઈ કાસમભાઈ કોરડીયા નામના એક પ્રૌઢ પર ગત તા. 6 માર્ચ 2022 ના રોજ તેમના કુટુંબી ભાઈ સલીમ ઉર્ફે સલીયો મનસુરઅલીભાઈ સમદાણી નામના શખ્સે છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત બનેલા મનસુરભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આસીફભાઈ કડીવારની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે ધોરણસર ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી. આ અંગેની તપાસમાં સિનિયર પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા તપાસના અંતે હત્યાની જુદી જુદી કલમ હેઠળ ગુના સંદર્ભેનું ચાર્જશીટ ખંભાળિયાની પ્રિન્સિપાલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ એસ.વી. વ્યાસ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. જે અંગેનો કેસ અહીંની અદાલતમાં ચાલી જતા સરકાર તરફે અહીંના સરકારી વકીલ કે.સી. દવે દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઇ, અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી, આજીવન કેદની સજા તથા રૂ. એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular