કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામે રહેતા અકરમભાઈ ગનીભાઈ મકરાણી નામના 28 વર્ષના બ્લોચ યુવાને ગત તારીખ 24 મીના રોજ રાત્રિના સમયે પોતાના ખેતરે કોઈ અકળ કારણોસર પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા ગનીભાઈ આમદભાઈ મકરાણીએ કલ્યાણપુર પોલીસને કરી છે.