દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સીદસર ગામમાં રહેતાં પ્રૌઢાને 10 વર્ષ પહેલાં પેરાલિસીસનો એટેક આવ્યો હતો અને હાલમાં પગથિયા પરથી પડી જતા ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના સીદસરા ગામે રહેતા બાલાબા મહેન્દ્રસિંહ જાડેજા નામના 55 વર્ષના મહિલાને દસેક વર્ષ પૂર્વે પેરેલીસીસનો એટેક આવી ગયો હતો. આ પછી થોડા તેઓ માનસિક રીતે અસ્વસ્થ રહેતા હોય થોડા દિવસો પૂર્વે ઘરની ઓસરીના પગથિયા પરથી પડી જવાના કારણે તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મહેન્દ્રસિંહ નાથુભા જાડેજાએ કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.