View this post on Instagram
જામનગરમાં લાલપુર બાયપાસ નજીક ખાતર ભરેલી ગાડી પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. જો કે, સદ્નસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેર નજીક લાલપુર બાયપાસ પર પુલનું કામ ચાલી રહ્યું હોય, ડાયવર્ઝન બનાવવામાં આવ્યો છે. આ ડાયવર્ઝન પાસેથી પસાર થતી ખાતર ભરેલી ટ્રક આજે પલ્ટી મારી ગઇ હતી. ડાયવર્ઝનનો માર્ગ સળંગ ન હોવાથી ટ્રકનું બેલેન્સ ગૂમાવતા પલ્ટી મારી ગઇ હતી. ટ્રકમાં ખાતર ભરેલ હોય માર્ગ ઉપર ખાતર ઢોળાઇ જતાં ટ્રાફિક અવરોધાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને માર્ગને સાફ કરાવી ટ્રાફિકજામ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.