મીઠાપુરના કૃષ્ણનગરમાં રહેતાં પ્રૌઢ કોઇપણ પ્રકારનો કામધંધો કરતા ન હોય. અને કોઇ દેવ નડે છે તેવી અંધશ્રધ્ધામાં રહેતાં હોય. પોતાના ઘરે એસિડ પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

બનાવની વિગત મુજબ, દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના કૃષ્ણનગર ખાતે રહેતા રાનાભાઈ બાલુભાઈ ચાનપા નામના 56 વર્ષના પ્રૌઢ છેલ્લા એકાદ વર્ષથી અનાજ ખાવાનું છોડી દીધું હતું. છેલ્લા આશરે છ મહિનાથી કોઈપણ પ્રકારનો કામ ધંધો ન કરતા રાનાભાઈ ગુમસૂમ રહેતા હતા. તેઓને કોઈ દેવ નડે છે તેવી અંધશ્રદ્ધામાં રહેતા તેઓ અલગ અલગ પ્રકારનો વ્યવહાર કરતા હતા. આ પરિસ્થિતિમાં ગત તારીખ 1 ના રોજ તેમણે પોતાના ઘરે પોતાના હાથે એસિડ પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ આરંભડા સીમ વિસ્તારમાં રહેતા વેજાભાઈ બાલુભાઈ ચાનપા દ્વારા પોલીસમાં જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.