Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા શેરી ફેરીયાઓ માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

જામનગર મહાનગરપાલિકા દ્વારા શેરી ફેરીયાઓ માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના( PM સ્વનિધિ) યોજના અંતર્ગત શહેરમાં છૂટક વેપાર કરતા શહેરી શેરી ફેરિયાઓ તથા તેમના પરિવાર  સાથે સ્નેહમિલન નો કાર્યક્રમ તા-25 ના રોજ શહેરના એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે યોજાયો હતો.

- Advertisement -

આ સ્નેહમિલન મિલન કાર્યક્રમનું આયોજન મુખ્યમંત્રી ના આદેશથી જી.ય.એલ.એમ.  ગાંધીનગર વિભાગની સૂચના અનુસાર જામનગર મહાનગરપાલિકાના કમિશનર  વિજયકુમાર ખરાડી , ડેપ્યુટી કમિશનર  ભાવેશભાઈ જાની , યુસીડી વિભાગના કંટ્રોલિંગ  જીગ્નેશભાઈ નિર્મલ  ની સૂચના મુજબ તા. 25ના રોજ શહેરના એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે જામનગરના શહેરી વિસ્તારના શેરી ફેરીયાઓ માટે સંગીત સંધ્યા અને સ્વરુચિ ભોજન સમારંભ નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર  વિજયકુમાર ખરાડીએ પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે PM સ્વનિધિ યોજના કોરોનાના સમયમાં લોકડાઉન ના લીધે રોજગાર ધંધા બંધ હતા તે સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની સૂચના મુજબ શહેરી અને આવાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભ નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી હતી,  જે યોજના અંતર્ગત  જામનગર મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં વસવાટ કરતા શેરી ફેરીયાઓ માટે લોન ની અરજીઓ પોર્ટલ પર મૂકવામાં આવે છે અત્યાર સુધીમાં કુલ 6433 જેટલા શેરી ફેરીયાઓને જુદી જુદી બેંકો દ્વારા લોન આપવામાં આવી છે જેમાં ₹10,000 ની લોન પૂર્ણ કરનારને ₹20,000 ની લોન આપવામાં આવે છે અને ₹20,000 ની લોનના હપ્તા ભરપાઈ કરનારને ₹50,000 ની લોન આ યોજના અંતર્ગત જુદી જુદી બેંકો દ્વારા આપવામાં આવે છે.

- Advertisement -

M.P. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે શેરી ફેરીયાઓ સહ પરિવાર તથા આમંત્રિત  મહેમાનો મળીને 600 થી વધુ લોકોએ સંગીત સંધ્યા અને સ્વરુચિ ભોજન સમારંભ સાથેના સ્નેહ મિલન  સમારંભ  મા ઉપસ્થિત રહ્યા હતા.જેમા યૂસીડી શાખાની બહેનો અને શેરી  ફેરી કરનાર  બહેનો દ્વારા  ગરબો  રજુ કરવામા આવ્યો હતો. જેને મેયર એ રૂ  પાંચ  હજાર  પ્રોત્સાહિત પુરસ્કાર  આપીને બિરદાવ્યા હતા. સંગીત મય સંધ્યાનુ  સંચાલન અશોકભાઈ  રાણાએ કર્યું હતું જેમાં નામાંકિત  કલાકસબીઓ  એ સુમધુર  ગીતો રજુ  કર્યા  હતા.

આ કાર્યક્રમ  મેયર  બીનાબેન કોઠારીના અધ્યક્ષ  સ્થાને યોજાયો હતો.  જેમા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા  કુસુમબેન પંડ્યા ,દંડક  કેતનભાઇ ગોસરાણી ,શહેર ભાજપ અધ્યક્ષ  વિમલભાઈ કગથરા, સાંસ્કૃતિક સમિતિના ચેર પર્સન  હર્ષાબા પી. જાડેજા, કમિશનર  વિજય કુમાર ખરાડી , ડેપ્યુટી કમિશનર  ભાવેશભાઈ જાની , આસિસ્ટન્ટ કમિશનર  કોમલબેન પટેલ ,શહેર ભાજપ મહામંત્રી  પ્રકાશભાઈ બાંભણિયા ,  વિજયસિંહ જેઠવા, સંસદ સભ્ય પૂનમબેન માડમના પીએ એસ. કે.રાચ્છ કોર્પોરેટરઓ  ડિમ્પલબેન રાવલ ,  પ્રભાબેન ગોરેચા , પન્નાબેન કટારીયા, ક્રિષ્નાબેન સોઢા, સરોજબેન વિરાણી,  તૃપ્તિબેન ખેતિયા ,  પાર્થ ભાઈ જેઠવા,  મુકેશભાઈ માતંગ,  ગોપાલભાઈ સોરઠીયા, પરાગભાઈ  પટેલ સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિશનર  વિજયકુમાર ખરાડી , ડેપ્યુટી કમિશનર  ભાવેશભાઈ જાની, યુસીડીના કંટ્રોલિંગ અધિકારી  જીગ્નેશભાઈ નિર્મલ, ના માર્ગદર્શન મુજબ  પ્રોજેક્ટ ઓફિસર  અશોકભાઈ જોશી, P M સ્વનિધિની કામગીરી સંભાળતા  મેનેજર  વિપુલભાઈ વ્યાસ,  પૂનમબેન ભગત  , તથા તમામ સમાજ સંગઠકઓ અને સ્ટાફ દ્વારા  ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular