Sunday, July 13, 2025
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છગિરના જય અને વિરૂની જોડી તુટી

ગિરના જય અને વિરૂની જોડી તુટી

સિંહ પ્રેમીઓ માટે દુ:ખનો દિવસ છે જ્યારે ગુજરાતને સિંહોની ભૂમિનું ઉપનામ મળ્યું છે અને ગુજરાતની ધરતીમાં પણ સાવજ જન્મે છે ત્યારે આજે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ગીરના પ્રખ્યાત જય અને વીરૂ નામના સિંહોની જોડી તૂટી ગઇ છે.

- Advertisement -

આજે વહેલીસવારે 3:30 વાગ્યે વિરૂએ અંતિમ શ્વાસ લીધા હતાં. અહીં ઉલ્લેખનીય છે કે, જય અને વિરૂ બન્ને અન્ય સિંહો સાથેની લડાઈ દરમિયાન ઘાયલ થયા હતાં અને સારવાર હેઠળ હતાં. ડો. મોહન રામના માર્ગદર્શન હેઠળ પશુ ચિકિત્સકો અને નિષ્ણાંતોની ટીમના પ્રયાસો થતા વિરૂને બચાવી શકયા નહીં. જામનગરના વનતારાના ડોકટરોની ટીમે પણ ગીર ખાતે બે દિવસ રહીને સારવાર કરી હતી ત્યારે જયની સ્થિતિમાં સુધારો છે પરંતુ વિરૂને બચાવી શકયા નહીં.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ ગિરની તેમની છેલ્લી મુલાકાત દરમિયાન તેમને જોયા હતાં. ગિરમાં જય-વિરૂની જોડી ખુબ પ્રખ્યાત છે ત્યારે સિંહ પ્રેમીઓ આ જોડીને હંમેશા યાદ રાખશે ત્યારે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ આ અંગે શોક વ્યકત કરતા જાણકારી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular