ધ્રોલ એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીએ તેની ફરજ દરમિયાન ડેપોમાંથી ઓનલાઈન સીસ્ટમમાંથી સત્તાનો ગેરઉપયોગ કરી એક મહિના દરમિયાન બનાવટી પાસ બનાવી રૂા.1800 ની ઉચાપાત કરી કોમ્પ્યુટરમાંથી પુરાવાનો નાશ કર્યાનો કર્મચારી વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ આરંભી હતી.
કૌભાંડની વિગત મુજબ, ધ્રોલ એસટી ડેપોમાં ક્ધસેસન પાસ બનાવવામાં ફરજ બજાવતા બેચ નંબર 3487 ના ક્ધડક્ધટર શૈલેષ ગોવિંદ સંઘાણી નામના કર્મચારીએ તેની ફરજ દરમિયાન કોમ્પ્યુટરમાંથી ઓનલાઈન પાસ કાઢવા આવતા મુસાફરોમાં બેચરભાઈ રઘુભાઈ નામના મુસાફરે શૈલેષ પાસેથી ક્ધસેસન પાસ કઢાવ્યો હતો. આ પાસ ડુપ્લીકેટ હોવાનું ચેકિંગ દરમિયાન ખુલતા ધ્રોલ એસટી ડેપોના મેનેજર રફિકભાઈ શેખ દ્વારા ક્ધડકટર શૈલેષ સંઘાણી વિરૂધ્ધ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં શૈલેષભાઈ એ તેની ફરજ દરમિયાન સરકારી સત્તાનો ગેરઉપયોગ કરી મુસાફરના ક્ધસેસન પાસ નંબર ઇઙ/ઉઇંક/ઉછક/0018737 નંબરનો પાસની વેલીડીટી તા.17/07/2024 થી તા.15/08/2024 ની હતી. આ પાસ બોગસ બનાવી અને પાસની 1800 રૂપિયાની રકમ પોતાના અંગત ઉપયોગ માટે ખર્ચ કરી નાખી હતી તેમજ કર્મચારીએ કોમ્પ્યુટરમાં રહેલી વર્લ્ડ ફાઈલમાંથી પૂરાવાઓ ડીલીટ કરી એસ.ટી. નિગમ અને રાજ્ય સરકારના ક્ધસેસન પાસની આવકના 1800 રૂપિયાની ઉચાપાત કરી હતી અને એસટી નિગમ તથા મુસાફર સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો. જેના આધારે પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે વિધિવત ગુનો નોંધી તપાસ આરંભી હતી.