જામનગર શહેરમાં વીકટોરિયા પુલ નજીક વ્હોરાના હજીરા પાસે આવેલી નદીમાંથી આજે સવારે ફાયર વિભાગે મહિલાનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે મૃતક મહિલાની ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે નદીમાંથી મૃતદેહ સાંપડયો#khabargujarat #jamnagar #jamnagarpolice #jamnagarnews pic.twitter.com/66ftWEVMe1
— Khabar Gujarat (@khabargujarat) November 25, 2021
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં વિકટોરિયા પુલ પાસે આવેલા વ્હોરાના હજીરા નજીક નદીમાં કોઇ મૃતદેહ હોવાની જાણના આધારે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને બેઠા પુલ નજીક નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ બહાર કાઢયો હતો અને ત્યારબાદ પોલીસમાં જાણ કરી હતી જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા અને કયા કારણોસર મોત નિપજ્યું તે અંગેની તપાસ હાથ ધરી હતી.