Saturday, April 20, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતના 90 વર્ષીય વૃદ્ધ દરરોજ પોતાના ઘરે ધ્વજ લહેરાવે છે કારણકે...

ગુજરાતના 90 વર્ષીય વૃદ્ધ દરરોજ પોતાના ઘરે ધ્વજ લહેરાવે છે કારણકે…

- Advertisement -

દેશભરમાં પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્યદિન નિમિતે ધ્વજવંદન કરવામાં આવતું હોય છે. પરંતુ ગુજરાતના પાટણના સિદ્ધપુરમાં એક વ્યક્તિ એવા છે જે છેલ્લા 22 વર્ષથી પોતાના ઘરે રોજે ધ્વજ લહેરાવી સલામી કરે છે. દેશમાં કદાચ ખુબ જ ઓછા લોકો હશે જે આ રીતે દેશાભિમાન દર્શાવતા હશે.

- Advertisement -

સિદ્ધપુર તાલુકાના કાયણ ગામના એક મુસ્લિમ બિરાદર અહેમદ નાન્દોલીયા વર્ષ 2000 થી લઈને આજદિન સુધી એટલે કે છેલ્લા 22 વર્ષથી પોતાના મકાન પર ધ્વજ લહેરાવીને તેને સલામી આપે છે. તેઓને એક વખત વિચાર આવ્યો હતો કે જો અમેરિકા કે બ્રિટન જેવા દેશના લોકો પોતાના મકાન પર પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકતા હોય તો એક ભારતીય પોતાના ખાનગી મકાન પર આપણો તિરંગો કેમ ન લહેરાવી શકે. બાદમાં તેઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને કોર્ટે નિયમોનું પાલન કરીને ધ્વજ ફરકાવવાની અનુમતી આપી હતી. ત્યારબાદથી અહેમદ ચાચા નિત્યક્રમ મુજબ ધ્વજ ફરકાવી સલામી આપે છે જે તેમનો દેશ પ્રેમ છે.

90 વર્ષીય અહેમદ ચાચાના મનમાં નાનપણથી જ દેશપ્રેમ છે. ન્ય માં જરૂર પડી ત્યારે ત્રણેક વર્ષ માટે તેઓ ભારતીય ફોજમાં જોડાયેલા હતા. અને તેમાંથી તેમને પ્રેરણા લઈ 2000 ના વર્ષથી પોતાના ઘર ની બહાર નિયમિત એટલેકે 365 દિવસ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular