મુંબઇની પેઢી દ્વારા જામનગરની પેઢી પાસેથી બ્રાસપાર્ટસનો સામાન મંગાવ્યા બાદ પેમેન્ટ ન આપતાં જામનગરની પેઢીએ કરેલ કેસમાં અદાલત દ્વારા મુંબઇની પેઢીને રૂા. 2,86,881 વાર્ષિક 6 ટકાથી ચૂકવવા હુકમ કર્યો છે.
કનસુમરા, જામનગરમાં આવેલ બાલાર્ક મેટલ્સ પ્રા. લિ.ના ડાયરેકટર મેહુલભાઇ પુરુષોતમભાઇ વ્યાસએ મુંબઇની પેઢી એમ.કોન. કનેકટર્સને બ્રાસપાર્ટનો રેકટેગ્યૂલર બ્રાસ બેરલ તથા બ્રાસ ઇલેકટ્રીકનો માલ તેઓની જરુરીયાત મુજબ વર્ષોથી મોકલતાં બાદમાં પ્રતિવાદી કોઇ માલ સબબનું પેમેન્ટ મોકલાવવાનું બંધ કરી દીધું અને વાદીનો ફોન કે કોન્ટેકટ કરવાનું પણ બંધ કરી દીધું અને પેમેન્ટ અન્વયે ગલા-તલા કરતા જેથી બાલાર્ક મેટલ્સ પ્રા. લિ.ના ડાયરેકટર મેહુલભાઇ પુરુષોતમભાઇ વ્યાસએ પોતાના વકીલ નીતલ એમ. ધ્રુવ મારફત જામનગરના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટમાં સમરી સ્યૂટ લેણી રકમનો દાવો દાખલ કર્યો હતો. જે દાવો જામનગરના પાંચમા એડી. સિનિયર. સિવિલ જજની કોર્ટમાં ચાલી જતાં મુંબઇની પેઢીએ રૂા. 2,86,881 વાર્ષિક 6 ટકા દાવાની તારીખથી જ્યાં સુધી રકમ ન ચૂકવે ત્યાં સુધી વ્યાજ આપવાનો તથા દાવાનો તમામ ખર્ચ ચૂકવી આપવાનો હુકમ કરેલ છે.
બાલાર્ક મેટલ્સ પ્રા. લિ.ની પેઢી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનીશા એન. ધ્રુવ, પૂજા એમ. ધ્રુવ, ધર્મેશ વી. કનખરા, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી તથા આસિ. જુનિયર કાજલ સી. કાંબરીયા રોકાયેલ હતાં.