મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ તરીકે જનમાનસમાં ઊભરી આવ્યા છે. મુખ્યમંત્રીએ આ મક્કમતાનો અને મૃદુતાનો આગવો પરિચય અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય) પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લઇને સૌને કરાવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ સિવાય શનિવારે બપોરે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક-એસ.પી. ઓફિસે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારને સાથે રાખીને પહોચ્યા હતા.
મુખ્યમંત્રીએ પોલીસ અધિક્ષક કચેરીની કામગીરી અને ઓફિસ દફતરની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. એટલું જ નહિ, કચેરીમાં ફરજ પરના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સાથે વાતચીત-સંવાદ કરીને વિગતો જાણી હતી અને તેમની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.