Wednesday, October 28, 2026
Homeરાજ્યગુજરાતદિવાળી નિમિત્તે જામનગર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાશે

દિવાળી નિમિત્તે જામનગર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાશે

51 કે તેથી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ માટે સીધી બસની સુવિધા અપાશે

દિવાળીના પવિત્ર તહેવારોને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જામનગર વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મુસાફરો પોતાના વતન સરળતાથી આવી-જઈ શકે તે માટે વિશેષ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર એસ.ટી. વિભાગ દ્વારા તા.04/11/2026 થી તા. 24/11/2026 દરમિયાન વિશેષ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. આ તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા અર્થે ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, એક જ ગ્રુપના 51 કે તેથી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એસ.ટી. નિગમ દ્વારા ખાસ એક્સ્ટ્રા બસની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ દિવાળી તહેવારો દરમિયાન જામનગર અને દ્વારકા ડેપો ખાતેથી વિવિધ મુખ્ય રૂટો જેવા કે દ્વારકા-જામનગર રૂ.206, દ્વારકા-રાજકોટ રૂ.276, દ્વારકા-પોરબંદર રૂ.175, દ્વારકા-સોમનાથ રૂ.284, દ્વારકા-જૂનાગઢ રૂ.264, જામનગર-દાહોદ રૂ.456, જામનગર-સંજેલી રૂ.434, જામનગર-જૂનાગઢ રૂ.200, જામનગર-ઝાલોદ રૂ.420, ધ્રોલ-દાહોદ રૂ.415, ધ્રોલ-મંડોર રૂ.443, જામનગર-છોટાઉદેપુર રૂ.428, ખંભાળિયા-દાહોદ રૂ.482 તેમજ જામજોધપુર-દાહોદ રૂ.455 સહિતના રૂટો પર નિયત ભાડા સાથે બસો ઉપલબ્ધ રહેશે.

જેથી ઉપરોક્ત દિવાળી તહેવારો દરમિયાન જાહેર જનતાને એસ.ટી.નિગમની આ એક્સ્ટ્રા બસ સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા વિભાગીય નિયામક એસ.ટી. જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular