જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખા દ્વારા બાકી મિલ્કતવેરા અંતર્ગત 98 મિલ્કતોની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ચાર મિલ્કતનો સીલ કરવામાં આવી હતી અને 23 મિલ્કતોના આસામીઓ પાસેથી કુલ રૂા. 7,44,090ની સ્થળ પર વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે એક આસામીનું નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાની સૂચના અને આસિ. કમિશનર (ટેક્સ)ના માર્ગદર્શન હેઠળ મિલ્કતવેરા શાખા દ્વારા તા. 31-03-2026 સુધીનો મિલ્કતવેરો ભરપાઇ નહીં કરનાર મિલ્કતધારકોને નિયમોનુસાર વોરંટ તથા અનુસૂચિની બજવણી કરવા છતાં પણ મિલ્કતવેરો ન ભરનાર બાકીદારોની વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કુલ 98 મિલ્કતોની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. આ દરમ્યાન કુલ રૂપિયા 2,29,201ની બાકી વસૂલાતને લઇ જયાબેન જીવરાજ પરમાર, રૂા. 1,48,425ના બાકી વેરાને લઇ વાંધા જીલુબેન મુસાભાઇ, રૂા. 1,89,020 બાકી વેરાને લઇ ગુલાબરાય તુલસીદાસની મિલ્કતો સીલ કરવામાં આવી હતી. તેમજ રૂા. 1,60,582 બાકીવેરાને લઇ યોગેન્દ્ર મગનલાલ ઓઝા ઈ/જ્ઞ. ચેલારામ રાજપાલનું નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.
View this post on Instagram
આ ઉપરાંત ભરતભાઇ જે./ચંદ્રીકાબેન જે.એ રૂા. 35,124, મહેશભાઇ જેશાભાઇ કંડોરિયા રૂા. 3,25,000, મુકેશ મોહનભાઇએ રૂા. 2,88,567 તથા લક્ષ્મીબેન લાધાભાઇ ઈ/જ્ઞ. ખોડાભાઇ શિયાળએ રૂા. 2,38,000નો ડયુ ડેટનો ચેક આપ્યો હતો. જ્યારે 23 મિલ્કતધારકો પાસેથી કુલ રૂા. 7,44,090ની સ્થળ પર વસૂલાત કરવામાં આવી હતી. જામ્યુકો દ્વારા આગામી સમયમાં મિલ્કતવેરો ન ભરનાર આસામીઓની મિલ્કત સીલ કરવામાં આવશે અને નળ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવનાર હોય બાકી મિલ્કતવેરો ભરવા તાકિદ કરાઇ છે.


