Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસ કામોની સમીક્ષા કરતા કૃષિમંત્રી રાઘવજીભાઈ...

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસ કામોની સમીક્ષા કરતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

લોકોને વિકાસના ફળ મળે અને નાનામાં નાના માણસના પ્રશ્ર્નોનો પણ ત્વરિત ઉકેલ આવે તે દિશામાં કામગીરી હાથ ધરવા સૂચન કરતા મંત્રી

- Advertisement -

પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા તેમજ વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી.

- Advertisement -

બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે વિકાસના કામો ઝડપથી થાય, વહીવટી પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવે તેમજ લેવાયેલ નિર્ણયોની ત્વરિત અમલવારી થાય તે જરૂરી છે. પ્રજાના પ્રશ્ર્નોને અંગત લક્ષમાં લઈ તેના હકારાત્મક નિકાલ માટે સૌ પોતપોતાની જવાબદારી સુપેરે નિભાવે તે ઇચ્છનીય છે.

જિલ્લાના વિકાસના પાયામાં આપ સૌ અધિકારીઓનો સહકાર અપેક્ષિત છે તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે સૌ સંયુક્ત રીતે સાથે મળી જામનગર જિલ્લાને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા પ્રયત્નશીલ રહીએ. લોકોને વિકાસના ફળ મળે તેમજ નાનામાં નાના લોકોના પ્રશ્ર્નોનો પર હકારાત્મક ઉકેલ આવે તે જરૂરી છે.

- Advertisement -

બેઠકમાં મંત્રીએ એસ.ટી.વિભાગ, પીવાના પાણીના પ્રશ્ર્નો, વીજળી, 15 માં નાણાં પંચના બાકી કામો, સિંચાઇ, સ્ટ્રીટ લાઈટ, યુરીયા ખાતર, રખડતાં ઢોર સહિતના પ્રશ્ર્ને અધિકારીઓ સાથે ચર્ચા કરી સમીક્ષા કરી હતી.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા સંકલન સમિતિના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular