Monday, December 23, 2024
Homeરાજ્યબેટ દ્વારકામાં સતત બીજા દિવસે પણ મેગા ડેમોલિશન, એક ડઝન જેટલા બાંધકામ...

બેટ દ્વારકામાં સતત બીજા દિવસે પણ મેગા ડેમોલિશન, એક ડઝન જેટલા બાંધકામ તોડી પડાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર હાલાર સહિત ગુજરાતમાં પણ ચર્ચામાં આવેલા નાના એવા ધાર્મિક સ્થળ બેટ દ્વારકામાં પોલીસ તંત્રએ રેવન્યુ તંત્રને સાથે રાખીને હાથ ધરવામાં આવેલા મેગા ડેમોલિશનમાં મોટા પાયે અનધિકૃત દુબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે શનિવારથી બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાંથી શરૂ થયેલી આ દબાણ હટાવ કામગીરી આખો દિવસ ચાલ્યા બાદ આજે રવિવારે પણ સવારથી દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી ચાલી હતી.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રાહબરી હેઠળ રેન્જ આઈ.જી.ના સીધા માર્ગદર્શન નીચે શનિવારથી બેટ દ્વારકા વિસ્તારમાં થયેલા વ્યાપક દબાણ અંગે રેવન્યુ તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે તથા નોટીસ અંગેની કામગીરી પછી અતિ ગુપ્તતાપૂર્વક અને આયોજનબદ્ધ રીતે શનિવારે સવારથી શરૂ કરાયેલા ઓપરેશન ડેમોલિશનમાં પાંચ જેટલા જિલ્લાની પોલીસના વિશાળ કાફલાના ખાસ બંદોબસ્તમાં પ્રથમ દિવસે બે ડઝન જેટલા કોમર્શિયલ સહિતના બાંધકામો હટાવી અને આશરે 80 હજાર ફૂટથી વધુ જમીન ખુલ્લી કરાયા બાદ આજરોજ રવિવારે પણ જિલ્લાના દ્વારકા તથા ખંભાળિયા પ્રાંત અધિકારીની ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ નિતેશ પાંડેયના રૂબરૂ માર્ગદર્શન હેઠળ આજે દિવસ દરમિયાન 15 જેટલા પાકા બાંધકામનો કડૂસલો બોલાવી દેવામાં આવ્યો છે.
મહત્વની બાબત તો એ છે કે ડ્રગ્સ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા એક આરોપી પરિવારના રહેણાંક મકાનનો કેટલોક અનઅધિકૃત ભાગ પણ આજે હટાવી દેવામાં આવ્યો છે. આમ, આજરોજ સવારથી મોડી સાંજ સુધી ચાલેલા ઓપરેશન ડિમોલિશનમાં આશરે 20 હજાર ફૂટ જેટલી સરકારી પરંતુ કીમતી જમીન પરના કોમર્શિયલ તથા ધાર્મિક દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

આજે પણ બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ચાલેલા ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશમાં બીજે દિવસે પણ યાત્રીઓ તથા સામાન્ય લોકો માટે ફેરીબોટ સર્વિસ બંધ રાખવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા જરૂરિયાત મુજબ તેઓની નીગરાની હેઠળ જીવન જરૂરી ચીજ વસ્તુઓ સહિતની બાબત માટે ફેરીબોટ ચાલી હતી. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક રહીશોને ઘરમાં જ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી અને આ સમગ્ર કામગીરી માટે લોકોએ પોલીસ તંત્રને સહકાર પણ આપ્યો હતો.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1999-2000 ના સમયગાળામાં જામનગર જિલ્લા તાબેના ખંભાળિયા શહેર તથા તાલુકાના સલાયા પંથકમાં પણ તત્કાલીન જિલ્લા પોલીસ વડા સતિષ વર્મા દ્વારા આ જ પ્રકારે ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેની યાદ બે દાયકા પછી આ મેગા ઓપરેશન ડિમોલિશનએ તાજા કરાવી દીધી હતી.
સતત બે દિવસથી ચાલી રહેલી આ દબાણ હટાવ ઝુંબેશ આવતીકાલે પણ ચાલે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular