દ્વારકા સ્થિત જગત મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને ધાર્મિક પૂજાવિધિમાં દખલગીરી કર્યાના આક્ષેપ સાથે દ્વારકા પોલીસે તાપી જિલ્લાના એક શખ્સ સામે ગુનો નોંધાયો છે. મંદિરની ધાર્મિક પરંપરા અને પૂજાની પવિત્રતાને લગતા આ બનાવે ચર્ચા જગાવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ ગઈકાલે શુક્રવારે સવારના અરસામાં દ્વારકાના શ્રી દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહમાં મંદિરમાં સેવા-પૂજાનું કામ કરતા ફરિયાદી વેદાંતભાઈ હેમંતલાલ ઉપાધ્યાય (ઉ.વ. 25) દ્વારા મંદિરના ગર્ભગૃહમાં ભગવાન દ્વારકાધીશની શૃંગાર આરતી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન તાપીના રહીશ એવા આરોપી અંકિતભાઈ આનંદભાઈ કંસારાએ ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. આરોપીના આ કૃત્યથી મંદિરની ધાર્મિક પરંપરા તથા પૂજાવિધિની પવિત્રતાનો ભંગ થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પૂજારીઓના પૂજા ધર્મનું અપમાન કરવા સબબ તાપીના શખ્સ સામે દ્વારકા પોલીસ મથકનમાં ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


