Monday, December 23, 2024
Homeરાજ્યહાલારબોલાચાલી બાદ પતિના ઠપકાનું લાગી આવતા પત્નીની આત્મહત્યા

બોલાચાલી બાદ પતિના ઠપકાનું લાગી આવતા પત્નીની આત્મહત્યા

લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામનો બનાવ : ચા-પાણી પીવાની બાબતે દંપતી વચ્ચે બોલાચાલી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામમાં રહેતાં પતિ-પત્ની વચ્ચે ચા-પાણી પીવાની બાબતે બોલાચાલી થતાં પતિએ આપેલા ઠપકાનું મનમાં લાગી આવતા પત્નીએ તેના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામમાં રહેતાં વર્ષાબા અજીતસિંહ જાડેજા (ઉ.વ.23) નામના યુવતીને તેણીના પતિ સાથે અવાર-નવાર ઘરકામ બાબતે ઝઘડો થતો હતો. દરમિયાન બુધવારે બપોરના સમયે ઘરેથી જમીને વાડીએ ખેતીકામ માટે જતાં પતિ અજિતસિંહ મજબુતસિંહ જાડેજા સાથે ચા-પાણી પીવા બાબતે બોલાચાલી થઈ હતી. જેથી બોલાચાલી સંદર્ભે પતિએ પત્નીને ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું લાગી આવતા યુવતીએ તેણીના ઘરે રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની અજિતસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular