Thursday, October 15, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ગરબે ઘુમતા દેવી-દેવતાઓ - VIDEO

જામનગરમાં ગરબે ઘુમતા દેવી-દેવતાઓ – VIDEO

ભારત માતા આદર્શ ગરબી મંડળમાં વેશભુષા સાથેના રાસ-ગરબાની રમઝટ

જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં યોજાતી ભારત માતા આદર્શ ગરબી મંડળમાં ગઇકાલે દેવી-દેવતાઓના વેશભૂષા સાથેના રાસ યોજાયા હતાં. જેમાં સાક્ષાત ભગવાન ગણેશજી, શ્રીરામ ગરબે રમવા આવ્યા હોય તેઓ માહોલ જોવા મળ્યો હતો.

- Advertisement -

જામનગર શહેરમાં લીમડાલાઇન વિસ્તારમાં ઘણા સમયથી ભારત માતા આદર્શ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં દરરોજ અવનવા રાસ પ્રસ્તુત કરવામાં આવે છે. આ ગરબીની વિશેષતા ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોની વેશભૂષા ધારણ કરીને રમવામાં આવતા ડાંડિયા રાસ છે. ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતાજી, શ્રીકૃષ્ણ, રાધાજી, ભગવાન શિવ, ગણેશજી, હનુમાનજી, રાવણ, છત્રપતિ શિવાજી, સિકંદર, ઋષિમુનિ, જટાયુ સહિતનાં વિવિધ પાત્રોની વેશભૂષામાં યુવકો એક જ મંચ પર રાસ રમે છે, જે દર્શકો માટે આકર્ષણરૂપ બને છે. બાળાઓના રાસ-ગરબા પણ પરંપરાગત માહોલને વધુ જીવંત બનાવે છે. ગઇકાલે આ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular