Thursday, October 15, 2026
Homeરાજ્યજામનગરડ્રોનની સાથે સાથે ઘોડેસવાર દ્વારા નાઇટ પેટ્રોલિંગ - VIDEO

ડ્રોનની સાથે સાથે ઘોડેસવાર દ્વારા નાઇટ પેટ્રોલિંગ – VIDEO

જામનગર શહેરમાં નવરાત્રિ મહોત્સવ દરમ્યાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ડ્રોન, જવય ટીમ દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ઘોડેસવાર દ્વારા પણ રાત્રિના પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

નવરાત્રિ મહોત્સવ દરમ્યાન જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા વિવિધ સ્તરે પેટ્રોલિંગ કરવામાં આવે છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને નવરાત્રિ મહોત્સ દરમ્યાન કોઇ ઘટના કે અનિચ્છનિય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા પોલીસ વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવે છે. પોલીસ વિભાગની જવય ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા માટે ગરબા રમાતા સ્થળે ગ્રાઉન્ડ પર ફરજ બજાવી મહિલાઓની સુરક્ષા વ્યવસ્થાની જાળવણી કરે છે. તેમજ ડ્રોન દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે સાથે ઘોડેસવારો દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular