Thursday, October 15, 2026
Homeરાજ્યજામનગરઉછીના રૂપિયાની ઉઘરાણી કરતાં વણિક યુવાન ઉપર છરી વડે હુમલો

ઉછીના રૂપિયાની ઉઘરાણી કરતાં વણિક યુવાન ઉપર છરી વડે હુમલો

યુવાને સંબંધના દાવે આર્થિક મદદ માટે રૂપિયા આપ્યા : પરત ઉઘરાણી કરતાં બે શખ્સો દ્વારા ગાળો કાઢી છરી વડે હુમલો : પોલીસ દ્વારા બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી

જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર રહેતા યુવાને આઠ માસ પહેલાં હાથઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવાનને જેમ ફાવે તેમ ગાળો કાઢી છરીના છરકા મારી ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર આવેલી સાધના કોલોનીના બ્લોક નંબર એમ-5માં રૂમ નંબર 2561માં વસવાટ કરતાં જીજ્ઞેશભાઇ ધીરજલાલ શેઠ (ઉ.વ.42) નામના યુવાને ગોકુલનગરમાં રહેતાં વિજયભાઇ ગુજરાતી અને તેમના પત્નીને સાત-આઠ માસ પહેલાં સંબંધના દાવે આર્થિક મદદ માટે કટકે કટકે હાથઉછીના રૂપિયા આપ્યા હતા. આ ઉછીના આપેલા રૂપિયાની અવારનવાર યુવાન દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી. તેમ છતાં રૂપિયા પરત આપતા ન હતા. દરમ્યાન ગત્ તા. 09ના રોજ સાંજના સમયે જીજ્ઞેશભાઇએ વિજયભાઇ પાસે રૂપિયાની ઉઘરાણી કરતાં તેનો પુત્ર કુલદીપ વિજય ગુજરાતી તથા અજાણ્યા શખ્સે ગોકુલનગર વિસ્તારમાં જીજ્ઞેશભાઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી રૂપિયા આપવા નથી તેમ કહી છરી વડે કપાળ તથા હાથમાં છરકા મારી ઇજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. એચ. એ. પરમાર તથા સ્ટાફે જીજ્ઞેશભાઇના નિવેદનના આધારે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular