Wednesday, October 14, 2026
Homeરાજ્યહાલારસ્માર્ટ મીટર લગાવવા ગયેલા પીજીવીસીએલના કર્મચારી સાથે ગાળાગાળી અને ધમકી

સ્માર્ટ મીટર લગાવવા ગયેલા પીજીવીસીએલના કર્મચારી સાથે ગાળાગાળી અને ધમકી

કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં દરગાહ સામે રહેતાં શખ્સના ઘરે પીજીવીસીએલની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઇ ત્યારે શખ્સે પીજીવીસીએલના કર્મચારી સાથે જેમ ફાવે તેમ બોલાચાલી કરી સ્માર્ટ મીટર નહીં લગાવવા દઇ ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલી ગેબીપીરની દરગાહ સામે રહેતાં રફિકશા કાદરશા શાહમદાર નામના શખ્સના ઘરે ગત્ તા. 08ના રોજ સવારના સમયે પીજીવીસીએલના ઇલેકટ્રીકલ આસિસ્ટન્ટ અજયભાઇ બળવંતભાઇ ધાપા તથા તેમની ટીમ સ્માર્ટ મીટર ફિટ કરવા માટે ગઇ હતી ત્યારે રફિકશાએ અજયભાઇ સાથે મોટા અવાજે જેમ ફાવે તેમ બોલાચાલી કરી પીજીવીસીએલના કર્મચારીની કામગીરી અટકાવી ફરજમાં રૂકાવટ કરી હતી. તેમજ સ્માર્ટ મીટર લગાવવા દીધું ન હતું. જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. ફરજમાં રૂકાવટ અને ધમકીના બનાવ અંગે અજયભાઇ દ્વારા કાલાવડ (ગ્રામ્ય) પોલીસમાં રફિકશા શાહમદાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા જેના આધારે પીએસઆઇ સી. બી. રાંકજા તથા સ્ટાફે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular