Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારને 164 મત સાથે બહુમતિ

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારને 164 મત સાથે બહુમતિ

- Advertisement -

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે વધુ એક અગ્નિપરીક્ષામાં પાર ઉતર્યા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યો અને ભાજપના ગઠબંધનવાળી શિંદે સરકાર ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવામાં સફળ રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન એકનાથ શિંદેને 164 મત મળ્યા છે જ્યારે સરકારના વિરૂધ્ધમાં 99 મત પડ્યા છે. વિપક્ષના 4 ધારાસભ્યો મત નહોતા આપી શક્યા. તેમાં કોંગ્રેસના અશોક ચૌહાણ, વિજય વડેટ્ટીવાર તથા એનસીપીના અન્ના બંસોડે, સંગ્રામ જગતાપનો સમાવેશ થાય છે. તેઓ મોડા પહોંચ્યા હોવાના કારણે તેમને સદનમાં પ્રવેશ નહોતો મળ્યો. શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગડે શિંદે સરકારના સમર્થનમાં મત આપ્યો છે. તેઓ આજે જ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને ટીમ શિંદેમાં જોડાયા છે. તે સિવાય પીડબલ્યુપીઆઈ પાર્ટીના શ્યામ સુંદર શિંદેએ પણ એકનાથ શિંદેની સરકારના પક્ષમાં મત આપ્યો છે. વિધાનસભામાં વિપક્ષે ધ્વનિમત દ્વારા બહુમત સાબિત કરવાની વાત સામે વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ વોટિંગ દ્વારા ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં બંને જૂથના ધારાસભ્યોને અલગ-અલગ બેસાડીને હેડ કાઉન્ટ કરવામાં આવ્યા હતા. ફ્લોર ટેસ્ટ પહેલા જ બહું મોટી ગેમ થઈ ગઈ હતી. શિવસેના, એનસીપી,  કોંગ્રેસ ગઠબંધન મહાવિકાસ અઘાડીમાં સામેલ બહુજન વિકાસે છેલ્લી ઘડીએ બળવો કર્યો હતો. બહુજન વિકાસ અઘાડીના 3 ધારાસભ્યોએ એકનાથ શિંદેના પક્ષમાં મત આપ્યો હતો. તે સિવાય કોંગ્રેસના ધારાસભ્ય અશોક ચૌહાણ, વિજય વડેટ્ટીવાર તથા એનસીપીના અન્ના બંસોડે, સંગ્રામ જગતાપ સહિતના 7 ધારાસભ્યો મતદાનમાં નહોતા પહોંચ્યા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular