Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર સહિત સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

રાજયમાં વરસાદી એલર્ટ સિસ્ટમ સક્રિય : અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા : સરકાર દ્વારા NDRFની ટીમો તૈનાત કરાઈ

- Advertisement -

અપરએર સાયકલોનિક સરકર્યુલેશન તથા ટ્રફના પ્રભાવ હેઠળ ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદનુંં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનાં મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દક્ષિણ-ઉતર ગુજરાતમાં પણ ભારેથી વ્યાપક વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું છે.

- Advertisement -

અત્યાર સુધી જુદા-જુદા રાજ્યોમાં વારાફરતી વરસાદ થતો હતો પરંતુ હવે એકસાથે ડઝન રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કરાયેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજયમાં ભારે વરસાદનું એલર્ટ સિસ્ટમ સક્રિય બન્યું છે. જેમાં તા. 6 થી 8 જુલાઈ દરમ્યાન અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જીલ્લા તથા દક્ષિણ-ઉતર ગુજરાત માટે એલર્ટ કરાયા છે. તેમજ નવીદિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ઉપરાંત અમુક ભાગોમાં પૂર પરિસ્થિતિ સર્જાવાની પણ ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્રના દરિયા સુધી ટ્રફ સર્જાયો છે ઉપરાંત અપર એર સાયક્લોનિક સરક્યુલેસન સક્રિય છે જેનાથી ચોમાસાને ગતિ મળશે.

- Advertisement -

ગુજરાતમાં આવતા પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ અને ઉતર ગુજરાતમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે તથા વલસાડ, નવસારી અને દમણમાં વ્યાપક વરસાદની શક્યતા છે. 7મી જુલાઈએ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ-નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે. સિસ્ટમ સક્રિય હોવાને કારણે અને ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular