Thursday, August 18, 2022
Homeરાષ્ટ્રીયમિસ ઇન્ડિયા બની કર્ણાટકની સિની શેટ્ટી

મિસ ઇન્ડિયા બની કર્ણાટકની સિની શેટ્ટી

- Advertisement -

મુંબઇમાં રવિવારે જીઓ કનર્વેશન સેન્ટરમાં ફેમિના મીસ ઇન્ડિયા-2022 ગ્રાન્ડ ફિનાલે ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં કર્ણાટકની 21 વર્ષની સિની શેટ્ટી 2022 મીસ ઇન્ડિયા વિજેતા બની હતી. બીજા સ્થાને રાજસ્થાનની રૂબલ શેખાવત રહી હતી અને ત્રીજા સ્થાને ઉત્તરપ્રદેશનું પ્રતિનિધિત્વ કરતી શિનાતા ચૌહાણ રહી હતી. મીસ ઇન્ડિયા બનેલી સિની શેટ્ટી કર્ણાટકની રહેવાસી છે પરંતુ તેનો જન્મ મુંબઇમાં થયો હતો અને હાલ ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલીસ્ટનો પ્રોફેશનલ કોર્ષ કરી રહી છે. સિનીએ માત્ર 4 વર્ષની ઉંમરમાં જ ડાન્સ શિખવાનું શરૂ કરી દીધું હતું અને 14 વર્ષની ઉંમરમાં તેમણે પોતાના અરંગત્રમ અને ભરતનાટ્યમ શિખ્યા હતા. 2021ની મીસ ઇન્ડિયા વિજેતા રહેલી માનસા વારાણસીએ સિનીને ક્રાઉન પહેરાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular