Wednesday, October 21, 2026
Homeવિડિઓશેઠવડાળામાં મધમાખીઓએ હુમલો કરતા વૃઘ્ધ ખેડૂતનું મોત - VIDEO

શેઠવડાળામાં મધમાખીઓએ હુમલો કરતા વૃઘ્ધ ખેડૂતનું મોત – VIDEO

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામથી જામ આંબરડી તરફ જવાના માર્ગ પરના વાડી વિસ્તારમાં ગઇકાલે મધમાખીઓએ હુમલો કરી વૃઘ્ધ ખેડૂતને દંખ મારતા સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામથી જામ આંબરડી તરફ જવાના માર્ગ પરના વાડી વિસ્તારમાં અરવિંદભાઇ મગનભાઇ દઢાણીયા (ઉ.વ.68) નામના વૃઘ્ધ ખેડૂત મંગળવારે સવારે 9 વાગ્યાના અરસામાં તેના ખેતરમાં સોયાબીનનો પાક વાઢતા હતા તે દરમિયાન મધમાખીઓના ઝુંડે વૃઘ્ધને આખા શરીરે દંખ માર્યા હતાં. ત્યારબાદ વૃઘ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં પરંતુ મધમાખીઓના દંખ શરીરમાં ફેલાય ગયા હોય જેથી મોત નિપજ્યાંનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની રમાબેન દ્વારા જાણ કરાતા હે.કો. એન.એન. આસાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular