- Advertisement -
વિના સહકાર નહીં ઉદ્ધાર”ના મંત્ર સાથે રાજ્યમાં અનેક સહકારી સંસ્થાઓ કાર્યરત છે. ખેડૂતોની આવક બમણી કરવા સરકારની જુદી – જુદી યોજનાઓ તથા ખેડૂતો જાગૃત બને તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ, અન્નદાતા દેવોભવ, કિશાન જાગીદારી, પ્રાથમિકતા, ફાર્મર પ્રોડયુસ ઓર્ગેનાઈઝેશન, એગ્રીકલ્ચર, માર્કેટીંગ ઈન્ફ્રાસ્ટ્રકચર યોજના, E-NAM યોજના જેવી યોજનાઓની રચના સરકાર દ્વારા કરવામાં આવી છે.
ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના કરવા પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મંત્ર “સહકારથી સમૃદ્ધિ”ને પરિપૂર્ણ કરવા રાજ્યભરમાં વિવિધ પ્રકારની યોજનાઓ લાગુ થઇ રહી છે. રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને દસ પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જે પૈકી ચાર મંડળીઓની રચના કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન (એફ.પી.ઓ) મંડળીઓની રચના કરવા પર પણ વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ પ્રકારની ચાર મંડળીઓની રચના કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગની જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી હેઠળ માર્ચ માસના અંતે કુલ 727 મંડળીઓ નોંધાયેલી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ત્રણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આવેલી છે. જેમાં જિલ્લાકક્ષાની સંસ્થાઓ પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેવભુમિ દ્વારકા જિલ્લા ખરીદ વેંચાણ સહકારી સંઘ લી., કાર્યરત છે. સાથોસાથ જિલ્લાનાં તમામ તાલુકામાં તાલુકા સ્થિત ચાર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘો આવેલા છે. જિલ્લા સહકારી સંઘ દ્વારા તાલુકાની તમામ સહકારી ખરીદ વેચાણ સંઘોમાં ખાતર ચેઈન દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. જેનો જિલ્લાનાં તમામ ખેડૂતો લાભ લઈ રહ્યાં છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેવભુમિ દ્વારકા જિલ્લા સહકારી સંઘ લી. તથા દેવભુમિ દ્વારકા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. છે.
જિલ્લામાં મોટી સંસ્થાઓની વાત કરવામાં આવે તો, પશુપાલકોને દૂઘનો પૂરતો ભાવ મળી રહે તે માટે દેવભુમિ દ્વારકા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી., બાંકોડીમાં આવી છે. જેમાં તમામ ગામની દૂઘ ઉત્પાદક સહકારી મંડળીઓ પશુપાલકો પાસેથી દૂઘ એકત્ર કરી દેવભુમિ દ્વારકા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી., બાંકોડીમાં પહોંચાડે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને તેમના ખેત ઉત્પાદન અનાજ, કઠોળ તથા અન્ય પાકનો પૂરતો ભાવ મળી રહે તે માટે કુલ ત્રણ ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આવેલ છે. જેમાં ખંભાળિયાની ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ શાકભાજી માર્કેટ પણ આવેલ છે. તથા ખંભાળિયાની ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો ખેત ઉત્પાદન ઓનલાઈન વેચાણ માટેની E-NAM યોજના પણ આવેલ છે.
આમ, ખેડૂતોને 25% ગોડાઉન કમ કેપીટલ સહાય, અનુ.સૂચિત પેટા યોજનામાં સભાસદોને શેરમૂડી સહાય જેવી યોજનાઓ આપવામાં આવે આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક કૃષિ ધિરાણ કરતી 163 મંડળીઓ, 15 પ્રાથમિક બિન કૃષિ ધિરાણ, 74 માર્કેટિંગ મંડળીઓ, 2 પ્રક્રિયા મંડળીઓ, 256 દૂધ મંડળીઓ, 72 પશુપાલન, 3 ખેતી મંડળીઓ, 20 મત્સ્ય મંડળીઓ, 18 ગ્રાહક ભંડાર, 25 ગૃહ મંડળીઓ, 60 મજુર મંડળીઓ, 6 સિંચાઈ મંડળીઓ, 4 વાહન વ્યવહાર મંડળીઓ, અન્ય 3 બિન ધિરાણ, 7 સંઘ અને સંસ્થાઓ એમ કુલ 727 મંડળીઓ નોંધાયેલી છે.
- Advertisement -