Monday, December 23, 2024
HomeUncategorizedLICના આઇપીઓ માટે બેંકો રવિવારે પણ ખુલ્લી રહેશે

LICના આઇપીઓ માટે બેંકો રવિવારે પણ ખુલ્લી રહેશે

- Advertisement -

ભારતીય રિઝર્વ બેંકએ બુધવારે જણાવ્યું હતું કે, એલઆઈસીના આઈપીઓ માટે “ESBA'( application supported through blocked amount in the account ખાતામાં બ્લોક કરેલી રકમ દ્વારા સમર્થિત આવેદન) સુવિધા વાળી બેન્ક શાખાઓ રવિવારે પણ ચાલુ રહેશે. જાહેર ક્ષેત્રની કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો આઈપીઓ બુધવારે રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો માટે ખુલી ગયો છે. આરબીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે, સરકારે એલઆઈસીના આઈપીઓના આવેદનોને ફાઈનલ કરવા માટે ‘ESBA’ની બધી શાખાઓને રવિવારે એટલે કે 8 મેના રોજ ખુલ્લી રાખવાનો આગ્રહ કર્યો છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે આ આગ્રહની સમીક્ષા બાદ ’ESBA’ની સુવિધા વાળી બેંક શાખાઓને રવિવારે પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

સામાન્ય રીતે ’ESBA’ દ્વારા રોકાણકારો આઈપીઓ માટે આવેદન કરે છે. એલઆઈસીના આઈપીઓ 9 મે ના રોજ બંધ થશે અને તેના માટે બોલી 7 મેના રોજ પણ લગાવી શકાશે. સરકારનો લક્ષ્ય તેનાથી 3.5 ટકા શેર વેચીને રૂ. 21,000 કરોડ એકત્ર કરવાનો છે. એલઆઈસીના આઈપીઓ 9 મેના રોજ બંધ રહેશે. કંપનીના ઈશ્યૂ પ્રથમ દિવસે 64% સબસ્ક્રાઈબ થયા છે. ખાસ કરીને પોલિસી હોલ્ડર્સ કેટેગરીના શાનદાર આંકડા સામે આવ્યા છે. પ્રથમ દિવસે બપોરે 12:30 વાગ્યા સુધીમાં LIC પોલિસી હોલ્ડર્સ કેટેગરી 100%થી વધુ સબસ્ક્રાઈબ થઈ ગઈ છે. આજે સબસ્ક્રિપ્શન ડેટા વિશે વાત કરીએ તો, પોલીસીહોલ્ડર્સ માટે રિઝર્વ ક્વોટા 1.9 ગણો સબસ્ક્રાઇબ થયો છે.એલઆઈસી કર્મચારીઓનો ક્વોટા પણ પ્રથમ દિવસે જ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે. રિટેલ રોકાણકારો માટે અનામત ક્વોટા આજે માત્ર 57 ટકા સબસ્ક્રાઈબ થયો હતો. આ રીતે દેશના સૌથી મોટા LICને પ્રથમ દિવસે રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular