જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આજે બપોર પછી એક નરાધમ શખ્સે માસુમ બાળકને લલચાવી ફોસલાવી સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું.
નરાધમે આચરેલા કૃત્યથી ભયભીત થયેલો બાળક ભાગવા જતાં પડી જવાથી ઇજા પહોંચી હતી અને ત્યારબાદ આ અંગેની જાણ થતાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને નરાધમ શખ્સને ઝડપી લઇ મેથીપાક ચખાડયો હતો અને આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે નરાધમ શખ્સની અટકાયત કરી ઘવાયેલા બાળકની પુછપરછ કરી ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.