Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયપ્રથમ વખત સામે આવ્યું ભારતના ટોપ-50 પાર્ટી પ્રવક્તાઓનું લીસ્ટ

પ્રથમ વખત સામે આવ્યું ભારતના ટોપ-50 પાર્ટી પ્રવક્તાઓનું લીસ્ટ

- Advertisement -

એક્સચેન્જ4 મીડિયા ગ્રુપે 28 એપ્રિલના રોજ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે પ્રથમ વખત પાર્ટીના 50 પ્રવક્તાઓનું રેન્કિંગ લિસ્ટ બહાર પાડ્યું હતું. જેમાં વરિષ્ઠ રાજકીય પ્રવક્તા અને ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીને યાદીમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. પાર્ટીના 50 પ્રવક્તાઓની રેન્કિંગમાં ટોચના 10માં પાંચ બિન-ભાજપ પ્રવક્તા હતા. જેમાં કોંગ્રેસના રણદીપ સિંહ સુરજેવાલા, કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી, આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને સમાજવાદીના અનુરાગ ભદૌરિયાનો સમાવેશ થાય છે.

- Advertisement -

આ તમામ પ્રવક્તાઓનું ગુરુવારે દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરમાં એક કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રવક્તાઓની પસંદગી ચર્ચાની ગુણવત્તા, તર્ક, રજૂઆત અને શૈલી, ટીવી ચેનલો પરની વિશ્વસનીયતા અને દૃશ્યતાના આધારે કરવામાં આવી છે.

ટોચના 10 પ્રવક્તા

- Advertisement -

1 સુધાંશુ ત્રિવેદી (ભાજપ)

2 સંબિત પાત્રા (ભાજપ)

- Advertisement -

3 રણદીપ સુરજેવાલા (કોંગ્રેસ)

4 ગૌરવ ભાટિયા (ભાજપ)

5 અભિષેક મનુ સિંઘવી (કોંગ્રેસ)

  1. રાઘવ ચડ્ડા (આપ)
  2. પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના)
  3. સૈયદ ઝફર ઇસ્લામ (ભાજપ)

9.શાઝીયા ઈલમી (ભાજપ)

10.અનુરાગ બધૌરીયા (સમાજવાદી પાર્ટી)

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular