- Advertisement -
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા નગાભાઈ ધાનાભાઈ કરમુર નામના 46 વર્ષના આહીર યુવાનનો ભાણેજ વિજય સુવા તેમની સાથે રહેતો હોય, આ ગામના સવદાસ કાના ચાવડા નામના શખ્સ પાસે વિજય સુવાને ચા-પાણીના પૈસા લેવાના થતા હોવાથી તે બાબતનું મનદુઃખ રાખી, સવદાસ કાના સાથે કાના જીવા ચાવડા અને તેમના પત્ની સતીબેન કાનાભાઈ ચાવડાએ ફરિયાદી નગાભાઈની વાડીમાં પ્રવેશ કરી અને બિભત્સ ગાળો કાઢીને પાવડા, લાકડાના ધોકા તથા પથ્થર વડે બેફામ માર મારી, ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા કલ્યાણપુર પોલીસે નગાભાઈ કરમુરની ફરિયાદ પરથી મહિલા સહિત ત્રણેય સામે આઈ.પી.સી. કલમ 323, 324, 337, 447, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -