જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતી મહિલાની લાશ મળી આવ્યા બાદ પીએમમાં હત્યાનું ખુલતા પોલીસે મૃતકના પતિ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. વીસ વર્ષથી પત્નીની હત્યામાં નાસતા ફરતા હત્યારા પતિને એલસીબીની ટીમે બિહારમાંથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ વર્ષ 2007માં ફેબુ્રઆરી મહિનાની 28મી તારીખે જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં પાયલ હોટલની બાજુમાં રબારીના મકાનમાં ભાડે રહેતાં રોશનબેન ઉર્ફે બિમલાદેવી અસ્લમ અન્સારી નામના મહિલાનું દિવસ દરમ્યાન તેના ઘરમાં મોત નિપજયાની બાબુસંગ ચુડાસમા દ્વારા જાણ કરવામાં આવતાં પંચ ‘ડી’ પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન પીએમ રિપોર્ટમાં મહિલાનું ગળું દબાવવામાં આવ્યાનું ખુલતાં પોલીસે મૃતકના પતિ અસ્લમ ઉર્ફે પપ્પુ મહમદ તાસ અન્સારી નામના શખ્સ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં હત્યારો પત્નીની હત્યા નિપજાવી નાસી ગયો હતો. આ બનાવમાં પોલીસ દ્વારા જે તે સમયે સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ કાઢી આ ગુનામાં વર્ગ ‘એ’ સમરી ભરવામાં આવી હતી.
દરમ્યાન પત્નીની હત્યામાં 20 વર્ષથી નાસતા ફરતા અસ્લમ અંગે સુમિતભાઇ શિયાળ, અજયભાઇ વીરડા, ભયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે તપાસ દરમ્યાન અસ્લમ નામ બદલીને તેના મૂળ વતન બિહારમાં જુદા જુદા સ્થળે રહેતો હતો. જેના આધારે એલસીબીએ ટેકનિકલ સોર્સ અને મોબાઇલ નંબરના આધારે 20 વર્ષથી પત્નીની હત્યા નિપજાવી નાસતા ફરતા અસ્લમ ઉર્ફે પપ્પુને બિહારના સાસારામમાંથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


