Friday, November 6, 2026
Homeરાજ્યજામનગરજુવો પ્રકાશપર્વમાં જામનગર શહેરનો ઝગમગાટ... - VIDEO

જુવો પ્રકાશપર્વમાં જામનગર શહેરનો ઝગમગાટ… – VIDEO

પ્રકાશના પર્વ દિવાળીને લઈને જામનગર શહેરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવાર નિમિત્તે શહેરના મુખ્ય બજારો, દુકાનો અને રહેણાંક વિસ્તારો રોશનીથી ઝળહળી ઊઠ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા આકર્ષક લાઇટિંગ કરવામાં આવ્યું છે, જ્યારે નાગરિકો પણ પોતાના ઘરને શણગારવા માટે વિવિધ પ્રકારની સુશોભનની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.

- Advertisement -

દિવાળીના પર્વને આવકારવા માટે બજારોમાં રંગબેરંગી ઇલેક્ટ્રિક લાઇટિંગની સીરીઝ, ઝગમગતા સ્ટાર, આકર્ષક તોરણો, દરવાજા પર લગાવવાના સ્ટિકરો, રંગોળીના કલર, સાથિયા, માટીના દિવડા અને અન્ય સુશોભનની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. લોકો હાલ ખરીદીમાં વ્યસ્ત થયા છે.

- Advertisement -

શહેરના બર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઈ ચોક, પંચેશ્વરટાવર રોડ, ડીકેવી સર્કલ સહિતના મુખ્ય બજાર વિસ્તારોમાં ખરીદી માટે લોકોની અવરજવર જોવા મળી રહી છે. સાંજના સમયે બજારોમાં રોશની અને લોકોની ચહલપહલથી તહેવારનો માહોલ વધુ રંગીન બની રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular