Friday, November 6, 2026
Homeરાજ્યજામનગરધનતેરસે ITRA ખાતે ધન્વંતરી પૂજન - VIDEO

ધનતેરસે ITRA ખાતે ધન્વંતરી પૂજન – VIDEO

આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (ITRA) જામનગર દ્વારા ધન્વંતરી ત્રયોદશી (ધનતેરસ) નિમિતે આયુર્વેદના આરાધ્ય દેવ ભગવાન ધન્વંતરીજીનું પૂજન કરવામાં આવ્યું હતું. દિવસને ભગવાન ધન્વંતરીજીના પ્રાકટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરીના અધ્યક્ષ સ્થાને આ સમૂહ પૂજન યોજવામાં આવ્યું હતું. આયુર્વેદ એ માત્ર ચિકિત્સા શાસ્ત્ર નહીં પરંતુ તે એક જીવનશૈલી છે અને તેથી સૌએ તેને પોતાના જીવનનાનો હિસ્સો બનાવી સમૃધ્ધ સ્વસ્થ બનાવવું જોઈએ.

- Advertisement -

પૌરાણિક કથા અને શસ્ત્રો અનુસાર દર્શન કરીએ તો મહાભારત તથા પુરાણોમાં ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે ભગવાન ધન્વંતરીનું વર્ણન મળે છે. શ્રીમદ ભાગવત, હરિવંશ પુરાણ, વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણમાં એવું વર્ણન મળે છે કે સમુદ્રમંથન સમયે અમૃત કાળશ સાથે ભગવાન ધન્વંતરી પ્રાદુર્ભૂત થયા તથા તે પછી તેમણે ભગવાન વિષ્ણુને સંસારમાં તેમનું સ્થાન અને યજ્ઞ ભાગ નિશ્ચિત કરવા વિનંતી કરી. ભગવાન વિષ્ણુએ તેમને ઉત્તર આપતા કહ્યું કે દેવોમાં યજ્ઞ ભાગની સ્થિતિ પહેલા જ નક્કી થઇ ગઈ હોવાથી તેમને ભાગ આપવો સંભવ નથી. પરંતુ સાથે સાથે ભગવાન વિષ્ણુએ ધન્વન્તરી દેવને વરદાન પણ આપ્યું કે બીજા જન્મમાં તેમને સિદ્ધિઓ પ્રાપ્ત થશે, તેઓ આયુર્વેદના વિષયોને આઠ ભાગમાં વિભાજિત કરશે તથા દેવત્વ પણ પ્રાપ્ત કરશે. આ વરદાન અનુસાર તેમણે બીજા જન્મમાં કાશીના રાજા ધન્વના પૂત્ર તરીકે જન્મ લીધો તથા ધન્વંતરી તરીકે વિખ્યાત થયા. માર્કન્ડેય પુરાણ તથા સ્કંદ પુરાણમાં પ્રાપ્ત કથા અનુસાર ગાલવ ઋષિના આશીર્વાદથી વીરભદ્રા નામની સ્ત્રીના પૂત્ર તરીકે ધન્વંતરીનો જન્મ થયો હતો, જે આગળ જતાં આયુર્વેદના પ્રવર્તક બન્યા.

- Advertisement -

આ ધન્વંતરી પૂજન સમયે સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર વૈદ્ય કૃતિકા ચૌધરી, વૈદ્ય વર્ષા સોલંકી, વૈદ્ય જીગ્નેશ કેવળિયા, ડીન પ્રો. ટી એસ દૂધમલ, હોસ્પિટલ ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ વૈદ્ય સી યુ ખૂંટ સહિત અધિકારીઓ કર્મચારીઓ ભાવપૂર્વક પૂજન કરી સૌના સર્વાંગી અને સમૃધ્ધ સ્વાસ્થ્ય માટે મંગલ કામનાઓ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular