જોડિયા તાલુકાના વાવડી ગામના ખેડૂતે વાવેતર નિષ્ફળ જતાં તેના ખેતરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવથી અરેરાટી ફેલાઇ ગઇ છે.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતાં હેમંત હરિભાઇ મકવાણા નામના ખેડૂતે ખેતરમાં કરેલું વાવેતર નિષ્ફળ જતાં તેના જ ખેતરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ખેડૂત દ્વારા વાવેતર નિષ્ફળ જતાં આત્મહત્યાથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ અંગેની મૃતકના ભાઇ દ્વારા જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ વરસે ચોમાસાની સીઝનમાં જામનગર સહિત દેશના અનેક વિસ્તારોમાં નહીંવત્ વરસાદ થયો છે. જેના કારણે ખેતીના પાકમાં મબલખ નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. સાથે સાથે જામનગર શહેર-જિલ્લામાં નહીંવત્ વરસાદના કારણે ખેતીનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. ત્યારે ખેડૂતની આત્મહત્યાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.
View this post on Instagram


