Friday, October 30, 2026
Homeરાજ્યહાલારઅલિયાબાડામાં મહિલાનું વીજશોકથી મોત

અલિયાબાડામાં મહિલાનું વીજશોકથી મોત

પાણી ચઢાવવા માટે ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં બન્યો બનાવ : સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત : પોલીસ દ્વારા જાણના આધારે કાર્યવાહી

જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતાં મહિલા તેના ફળિયામાં ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતાં બેશુદ્ધ થઇ જતાં મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના અલિયાબાડા ગામના નવાપરા વિસ્તારમાં રહેતા રાજીબેન કાનાભાઇ મકવાણા (ઉ.વ.50) નામના મહિલા ગઇકાલે સવારના સમયે તેના ઘરે ફળિયામાં પાણી ચઢાવવા માટે ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં અચાનક વીજશોક લાગતાં બેશુદ્ધ થઇ ઢળી પડયા હતા. ત્યારબાદ બેશુદ્ધ થઇને ઢળી પડેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાતા જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ કાનાભાઇએ જાણ કરતા એએસઆ એસ. જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular