ભાણવડ તાબેના ધારાગઢ ગામના મૂળ રહીશ અને હાલ જામનગર ખાતે રહેતા અલીમામદભાઈ ઈસ્માઈલભાઈ શેઠા (ઉ.વ.68) નામના વૃદ્ધની માલિકીની ધારાગઢ ગામે આવેલી જુદા જુદા સર્વે નંબરની આશરે 20 વીઘા જેટલી જમીન પર આ જ વિસ્તારમાં રહેતા ઉમર હુસેનભાઈ શેઠા નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખવામાં આવ્યો હોવાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આશરે રૂ. 22.29 લાખ જેટલી કિંમત ધરાવતી આ જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી કિંમતી જમીન પચાવી પાડવા અંગે ભાણવડ પોલીસે અલીમામદભાઈ શેઠાની ફરિયાદ પરથી આરોપી સામે લેન્ડ ગ્રેબિંગની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ખંભાળિયા સર્કલના એ.એસ.પી. પ્રખર કુમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.


