Saturday, October 24, 2026
Homeરાજ્યહાલારમાનસિક અસ્વસ્થ યુવાનની ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા

માનસિક અસ્વસ્થ યુવાનની ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા

આરંભડાનો યુવાન માનસિક અસ્વસ્થ : ગુમસુમ રહેતાં યુવાને જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી

ઓખામંડળના આરંભડામાં રહેતાં યુવાનની માનસિક રોગની દવા ચાલુ હોય દરમ્યાન ગુમસુમ રહેતાં યુવાને ગઇકાલે ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા બીજલભાઈ ઉર્ફે મેકરણભાઈ વરસાભાઈ ખાંભલા (ઉ.વ.37) નામના યુવાન છેલ્લા આશરે ચારેક માસથી માનસિક રીતે અસ્વસ્થ હોય, તેમની દવા સારવાર ચાલુ હતી. ગુમસૂમ રહેતા બીજલભાઈ ઉર્ફે મેકરણભાઈ છેલ્લા કેટલાક સમયથી પોતાના ઘરના સભ્યો સાથે પણ કોઈ વાતચીત કરતા ન હતા. દરમ્યાન ગઈકાલે તેમણે શુક્રવારે સવારે આ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ ઘોઘાભાઈ વરસાભાઈ ખાંભલાએ કરતાં મીઠાપુર પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી આગળ ધપાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular