Saturday, October 24, 2026
Homeવિડિઓકલા મહાકુંભ-2026માં દ્વારકા તાલુકામાં બાપ-દીકરીનો ડંકો! - VIDEO

કલા મહાકુંભ-2026માં દ્વારકા તાલુકામાં બાપ-દીકરીનો ડંકો! – VIDEO

સુગમ સંગીત સ્પર્ધામાં દીપકભા માણેક અને પુત્રી મેઘના માણેકે મેળવ્યો પ્રથમ ક્રમ

સંગીત કલા ક્ષેત્રે ક્ષત્રિય વાઘેર સમાજમાં બાપ-દિકરીની આ જોડીએ સફળતા હાંસલ કરતાં સૌ જ્ઞાતિજનોએ અભિનંદન પાઠવ્યા.

- Advertisement -

કલા અને સંગીતનાં ક્ષેત્રે પ્રતિભા દર્શાવીને દ્વારકા તાલુકાનું ગૌરવ વધારનાર પિતા-પુત્રીની જોડીએ કલા મહાકુંભ-2026ની તાલુકા કક્ષાની સુગમ સંગીત સ્પર્ધામાં શાનદાર સફળતા મેળવી છે. દીપકભા માણેક તેમજ તેમની પુત્રી મેઘના દીપકભા માણેકે સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને પોતાની સંગીત પ્રતિભાનો પરિચય આપ્યો છે.

- Advertisement -

એક જ પરિવારની બે પેઢીએ સંગીતના મંચ પર પ્રથમ સ્થાન હાંસલ કરતાં પરિવારજનો, સ્નેહીજનો અને સંગીતપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે. પિતા-પુત્રીની આ સિદ્ધિને પગલે બંને પર શુભેચ્છાઓ અને અભિનંદનની વર્ષા થઈ રહી છે.

કલા મહાકુંભ જેવા મંચ પર પોતાની કળા દ્વારા સફળતા પ્રાપ્ત કરનાર દીપકભા માણેક અને મેઘના માણેકની આ સિદ્ધિ અન્ય કલાકારો માટે પણ પ્રેરણારૂપ બની છે. દ્વારકા તાલુકામાં ક્ષત્રિય વાઘેર સમાજમાં બાપ-દીકરીની આ જોડીને સફળતા બદલ સૌ જ્ઞાતિ આગેવાનો એ અભિનંદન પાઠવ્યા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular