Saturday, October 24, 2026
Homeરાજ્યહાલારલાલ સમુદ્રમાં ભારતીય ખલાસીઓ સવાર વહાણ ઉપર હુમલો

લાલ સમુદ્રમાં ભારતીય ખલાસીઓ સવાર વહાણ ઉપર હુમલો

યમન સરકાર દ્વારા 14 ખલાસીઓના રેસ્ક્યુ : ઓમાનનો ધ્વજ ધરાવતું વહાણ 21 ઓકટોબરે હુમલાનો ભોગ બન્યું

લાલ સમુદ્રમાં યમનના ઝુકાર ટાપુ નજીક 14 ભારતીય ખલાસીઓ સવાર વહાણ પર હુમલો થયો હતો. આ હુમલા બાદ વહાણમાં આગ લાગી હતી અને તેને ભારે નુકસાન થયું હતું. જો કે, વહાણમાં સવાર તમામ 14 ભારતીય ખલાસીઓને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.

- Advertisement -

Salalah Marine Transport Co. સાથે સંકળાયેલું અને ઓમાનનો ધ્વજ ધરાવતું આ વહાણ 21 ઑક્ટોબર 2026ના રોજ આગની ઝપેટમાં આવ્યું હતું. આ હુમલાની જવાબદારી અંગે તપાસ ચાલી રહી છે.

યમન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ 14 ભારતીય ખલાસીઓને લાલ સમુદ્રના કિનારે આવેલા હુદૈદાહ વિસ્તારમાં એક હોટેલમાં રાખવામાં આવ્યા છે. તેમને રહેવા, જમવા અને કપડાં સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ભારતીય દૂતાવાસે 23 ઑક્ટોબર 2026ના રોજ જણાવ્યું હતું કે, તમામ 14 ભારતીય નાગરિકો સુરક્ષિત છે. જોકે, તેઓ ક્યારે અને કયા માર્ગે ભારત પરત ફરશે તેની સત્તાવાર જાહેરાત હજુ ઉપલબ્ધ નથી.આ 14 ખલાસીમાંથી સલાયા તેમજ સિક્કા ગામના લોકો પણ હોવાનું પ્રાથમિક જાણકારી મળેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular