જામનગર તાલુકાના દરેડ ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે પોલીસે રેઇડ દરમ્યાન પાંચ શખ્સોને રૂા. 14,230ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં પટેલ શેરી નજીક નળી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન દિનેશ રજનીન્દર સહની, કલુકુમાર શ્યામબાબુ સહની, બરેલાલ અશોક સહની, દિલીપ બ્રિજબિહારી દરબાર તથા લાલબાબુ અરૂણ સહની નામના પાંચ શખ્સોને રૂા. 14,230ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


