Saturday, October 24, 2026
Homeરાજ્યજામનગરપિતા અને બે પુત્રો ઉપર દંપતિ સહિતના ત્રણ શખ્સોનો હુમલો

પિતા અને બે પુત્રો ઉપર દંપતિ સહિતના ત્રણ શખ્સોનો હુમલો

રોજકામના પૈસા ચૂકવવાની બાબતે માથાકૂટ : નાગેશ્વર કોલોનીમાં પાઇપ વડે લમધાર્યા : ત્રણ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

જામનગર શહેરના નાગેશ્વર કોલોનીમાં રોજકામના પૈસા ન ચૂકવવાની બાબતે બે સપ્તાહ પૂર્વે થયેલી બોલાચાલીનો ખાર રાખી દંપતિ સહિતના ત્રણ શખ્સોએ પિતા-પુત્ર ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના નાગેશ્ર્વર કોલોનીમાં વાકોલ માતાજીના મંદિર સામે રહેતાં નિલેશ રમેશભાઇ ગુજરિયા અને સુનિલ રમેશભાઇ ગુજરિયા નામના બે યુવાનોના રોજકામના પૈસા ન ચૂકવવાની બાબતે બે સપ્તાહ પૂર્વે ભાવેશ ધનજી બારિયા સાથે બોલાચાલી થઇ હતી. જે બાબતનો ખાર રાખી ગત્ તા. 22ના રોજ રાત્રિના સમયે ભાવેશ ધનજી બારિયા, તેની પત્ની નીતાબેન ભાવેશ બારિયા તથા પુત્ર વિમલ ભાવેશ બારિયા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી ગાળાગાળી કરી હતી. જેથી ગાળો આપવાની ના પાડતાં ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે પ્રૌઢ અને તેના બે પુત્રો ઉપર આડેધડ હુમલો કર્યો હતો. હુમલામાં પિતા અને બે પુત્રોને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણના આધારે એએસઆઇ પી. કે. ગુઢકા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ રમેશભાઇ ગુજરિયાના નિવેદનના આધારે દંપતિ અને તેના પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular