Saturday, October 24, 2026
Homeરાજ્યહાલારપરિક્ષાની ચિંતામાં ખંભાળિયાના વિદ્યાર્થીનો આપઘાત

પરિક્ષાની ચિંતામાં ખંભાળિયાના વિદ્યાર્થીનો આપઘાત

બજાણા ગામમાં દવા ગટગટાવી : ધોરણ 11 કોમર્સની છ માસિક પરિક્ષાની ચિંતા : સારવાર કારગત ન નિવડી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બજાણા ગામમાં રહેતાં વિદ્યાર્થીએ છ માસિક પરિક્ષાની ચિંતામાં ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા હિરેન દેવશીભાઈ રાણંગા (ઉ.વ.17) નામનો તરુણ કે જે હાલ ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતા હોય, આગામી દિવસોમાં તેમની છ માસિક પરીક્ષા આવવાની હોવાથી તેના વિચારોમાં તેણે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા દેવશીભાઈ મેઘાભાઈ રાણંગા દ્વારા જાણ કરાતા ખંભાળિયા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આશાસ્પદ તરુણના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરો આક્રંદ પ્રસરાવી દીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular