Monday, October 19, 2026
Homeરાજ્યજામનગરસરગમ નવરાત્રિ મહોત્સવમાં 144 બાળાઓના પ્રાચીન રાસ - VIDEO

સરગમ નવરાત્રિ મહોત્સવમાં 144 બાળાઓના પ્રાચીન રાસ – VIDEO

જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર દ્વારા સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે 144 જેટલી બાળાઓ વિવિધ પાંચ ગુ્રપમાં 30 થી વધુ અલગ-અલગ પ્રકારના રાસ-ગરબાઓ રજૂ કરી રહી છે.

- Advertisement -

ગુજરાતની આગવી ઓળખસમાન રાસ ગરબાના ભવ્ય વારસાના જતન માટે છેલ્લા ઘણા સમય થી ‘સરગમ નવરાત્રિ મહોત્સવ’નું આયોજન થઈ રહયું છે. સરગમ નવરાત્રિ મહોત્સવ એટલે વૈવિધ્યસભર પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતીને અનુરૂપ ગરબા મહોત્સવ. જેમાં પ્રાચીન – અવાર્ચીન પરંપરા અનુસાર 144 જેટલી જગદંબાસ્વરૂપ દિકરીઓ માંની આરાધના કરે છે અને જામનગરની જનતાને કોઈપણ જાતની પ્રવેશ ફી વગર પારિવારીક રીતે આ નવરાત્રિ મહોત્સવ માણવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે.

- Advertisement -

સમગ્ર નવરાત્રિ મહોત્સવ માટે છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી 144 થી વધુ દિકરીઓ પ્રેકટીસ કરી તમામ ગરબાઓ માટે પોતાના તાલથી તાલ મીલાવી રહી છે. આ 144 બાળાઓને પાંચ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે અને 30 થી વધુ રાસ-ગરબાઓ માડી તારા અઘોર નગારા વાગે, ડાકલા પેરોડી, રાજસ્થાની ગરબા જેવા સુંદર રાસ ગરબાઓ તૈયાર કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ નવરાત્રિ મહોત્સ દરમ્યાન રાજ્યના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, જામનગર (દક્ષિણ) વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, સ્ટે. કમિટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, શાસકપક્ષના નેતા અમરભાઇ મોદી, કોર્પોરેટર સુભાષભાઇ જોષી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી બાળાઓના રાસગરબા નિહાળ્યા હતા.

સરગમ નવરાત્રિ મહોત્સવ-2026ને સફળ બનાવવા લોટ્સ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત ઢોલરિયા, શૈલેષ પટેલ, બિપીન સોરઠિયા, જમન બાબિયા, સંજય સુદાણી, અરવિંદ કોડીનારિયા, હેમત દોમડિયા તેમજ નવરાત્રિ કન્વિનર તરીકે રાજન મુંગરા, સુભાષ ઘાડિયા, ચેતન ઢોલરિયા, અરવિંદ સોજિત્રા, હસમુખ દોમડિયા, અશોક અમીપરા તેમજ વિવિધ વ્યવસ્થા કમિટીના ચેરમેન તથા મહિલા વિંગની ટીમ ખભે ખભા મીલાવી કામ કરી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular