Saturday, October 17, 2026
Homeરાજ્યજામનગરમહાપાલિકાના કર્મચારીના આપઘાત પ્રકરણમાં સ્યુસાઇડ નોટમાં સ્ફોટક વિગતો

મહાપાલિકાના કર્મચારીના આપઘાત પ્રકરણમાં સ્યુસાઇડ નોટમાં સ્ફોટક વિગતો

જામનગર મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગના કર્મચારીનો નાઘેડી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યાની ઘટનામાં વ્યાજના વિષચક્રની આશંકા સામે આવી છે. આ પ્રકરણમાં કથિત સ્યુસાઇડ નોટમાં અનેક લોકોના નામોનો ઉલ્લેખ હોવાનું ઘ્યાને આવતા પોલીસ દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ હસમુખભાઇ ઘરેથી નિકળ્યા બાદ લાપત્તા બન્યા હતા અને પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. એ દરમ્યાન નાઘેડી વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં મૃત્યુનું ચોકકસ કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ હવે આ પ્રકરણમાં નાણાંકિય લેતીદેતી અને કથિત વ્યાજના વ્યવહારોના મુદો પણ તપાસના કેન્દ્રમાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

મૃતક દ્વારા લખવામાં આવેલી હોવાનું જણાવાતી સ્યુસાઇડ નોટમાં આશરે 12 વ્યકિતઓના નામ અને તેમની સાથે થયેલી નાણાંકિય લેતીદેતી અંગેની વિગતોનો ઉલ્લેખ હોવાની માહિતી સામે આવી રહી છે. જો કે, આ વિગતોની સત્તાવાર પુષ્ટિ અને સ્યુસાઇડ નોટની સમગ્ર હકિકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઇ શકશે. સમગ્ર પ્રકરણમાં જામનગર મહાનગરપાલિકાના કેટલાક કર્મચારીઓના નામ પણ નાણાંકિય વ્યવહારોના સંદર્ભમાં ચર્ચામાં હોવાની માહિતી મળી રહી છે.

- Advertisement -

આ ઉપરાંત એક મહિલાની સંભવિત સંડોવણી અંગે પણ ચર્ચા થઇ રહી છે. કથિત સ્યુસાઇડ નોટમાં થયેલા ઉલ્લેખો નાણાંકિય વ્યવહારો અને મૃતક પર કોઇ પ્રકારનું દબાણ હતું કે કેમ? તે સહિતના મુદાઓની તપાસ ખાસ કરીને મૃતકને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવામાં આવી હતી કે કેમ અથવા નાણાંકિય વ્યવહારોમાં કોઇ ગેરરીતિ થઇ હતી કે કેમ? તે અંગે તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular