Thursday, September 17, 2026
HomeવિડિઓViral Videoટેક્નોલોજી અને ભક્તિનો અનોખો સંગમ: કન્વેયર બેલ્ટથી ગણેશ વિસર્જનનો અનોખો VIRAL VIDEO

ટેક્નોલોજી અને ભક્તિનો અનોખો સંગમ: કન્વેયર બેલ્ટથી ગણેશ વિસર્જનનો અનોખો VIRAL VIDEO

ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાના વિસર્જન લોકો ભક્તિ ભાવ સાથે સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે જોતા હોય છે અહી તેના માટે ટેક્નોલોજીનો સુંદર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર હાલમાં જ ગણેશ વિસર્જનનો એક અનોખો અને વિજ્ઞાન તકનીક આધારિત વિડિઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -

વાયરલ વિડિઓમાં જોઈ શકાય છે કે નદી/જળાશયના કિનારે એક મોટો કન્વેયર બેલ્ટ ગોઠવવામાં આવ્યો છે. ગણેશજીની મૂર્તિને આ કન્વેયર બેલ્ટ પર મૂકવામાં આવે છે, જે ધીમે-ધીમે આગળ વધીને સુરક્ષિત રીતે ઊંડા પાણીમાં મૂર્તિનું વિસર્જન કરે છે.
આ વિડિઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એકાઉન્ટ @બ્રાન્ડ_કુણાલ પરથી શેર કરવામાં આવ્યો છે.આ આધુનિક વ્યવસ્થાથી ઊંડા પાણીમાં જવાના જોખમ વિના સન્માનપૂર્વક વિસર્જન શક્ય બન્યું છે, જે શ્રદ્ધા અને તકનીકીના સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.

- Advertisement -

આજના આધુનિક યુગમાં પરંપરા અને ટેક્નોલોજીનો આવો સુમેળ ખરેખર પ્રશંસનીય છે.આપને ઘણી જગ્યા એ જોઈએ છીએ કે વિસર્જન માટે કુંડ બનાવવામાં આવે છે પરંતુ અમુક જગ્યાએ લોકો જીવ જોખમમાં મુકીને પાણીમાં ઉતરતા હોઈ છે તો ક્યાંક ઉપર્થીજ બાપ્પાની મૂર્તિને નીચે પડતી મુકવી પડતી હોય છે કન્વેયર બેલ્ટ દ્વારા વિસર્જન કરવાથી માત્ર સમય અને શ્રમની બચત નથી થતી પરંતુ કોઈ પણ જાતની દુર્ઘટના વિના સલામત અને સન્માનપૂર્વક ગણેશ વિસર્જન શક્ય બને છે. સોશિયલ મીડિયા પર લોકો આ અનોખી પહેલના મુક્તકંઠે વખાણ કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular